મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાઇ ગયા છે. પાણી વગર નજર સામે જ ઉભો માલ સુકાતો હોય ખેડૂતોની કપરી સ્થિતિ થઈ ગઈ છે. આવા સંજોગોમાં તાકીદે પાણી ન મળે તો ખેડૂતોનો પાક નિષફળ જાય તેમ છે. આથી પાકને જીવતદાન આપવા માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની માંગ ઉઠી છે. મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવાની માંગ સાથે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતુ. જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા સમીરભાઈ કલાવડીયા, બ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા અને ખેડૂતોનો ઉભો મોલ સુકાતો હોય પાક નિષફળ જાય પહેલા જ સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..