મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ પદે મોરબીના વતની ડો.દિપીકાબેન સરડવાની નિમણુંક થતા મોરબી પાટીદારધામ તથા ભાજપ મહિલા મોરચા દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યુ હતું. મોરબીના વતની દિપીકાબેન સરડવાની પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે વરણી થતા ડો.દીપિકાબેન સરડવાનું મોરબીના ભાજપ મહિલા મોરચા તેમજ પાટીદારધામ સંસ્થા દ્વારા સન્માનપત્ર અને શ્રીફળ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે, સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ દેકાવડીયા તેમજ મંત્રી નાનજીભાઈ મોરડીયા અને અન્ય કાર્યકર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..