સાધ્વીજીની નિશ્રામાં 'વામાં માતાનો થાળ' નો સ્ટેજ કાર્યક્રમ યોજાયો મોરબી : 11 ઓગસ્ટે ગોઝારી મચ્છુ જળપ્રલયની 42મી વરસીએ સમગ્ર મોરબીવાસીઓએ જળ હોનારતના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે મોરબી જૈન તપગચ્છ સંઘ દ્વારા જળ હોનારતના મૃતાત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબીના દરબાર ગઢ પાસે આવેલ જૈન દેરાસરમાં જૈન તપગચ્છ સંઘ દ્વારા સાધ્વીજી કલ્પવંદિતા શ્રીજીની નિશ્રામાં ગઈકાલે ગોઝારી મચ્છુ જળપ્રલયની 42મી વરસીએ દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી કોઈ આપતિ ન આવે તે માટે નવકાર જાપ મંત્ર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાધ્વીજીની નિશ્રામાં 'વામાં માતાનો થાળ' નો સ્ટેજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાદમાં ગૌતમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો જૈન સમાજના લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..