મોરબી : મચ્છુ જળ હોનારતની 42મી વર્ષગાંઠે નવી પેઢી પણ 1979ના ભયંકર જળ પ્રલયથી વાકેફ થાય તે હેતુથી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબી દ્વારા મચ્છુ જળ હોનારતની કૃતિનું પુનઃસર્જન કરીને નવી પેઢીના બાળકોને વીતેલા સમયની હોનારતની ઝલક આપી હતી. વધુમાં શાળાએથી લાઈવ મોર્નિંગ એસેમ્બલીના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આફતો સામે બાથ ભીડી હમેશા મોરબી સ્વબળે બેઠું થતું આવ્યું છે ત્યારે વર્ષ 1979માં આવેલ મચ્છુ જળ હોનારતને 42 વર્ષ પૂર્ણ થતા મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા આજની નવી પેઢીના બાળકો ભૂતકાળથી વાકેફ થઇ શકે તે હેતુથી મચ્છુ જળ હોનારત ઉપર કૃતિ બનાવી હતી અને તે કૃતિનું વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્રાવ્ય દર્શન પણ કરાવ્યું હતું. સાથો સાથ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધા સુમન પણ અર્પણ કરવામાં આવ્યા હતા મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..