વડોદરાથી લાકડીયા સુધીની 756 કે.વી. લાઈન નાખવામાં હળવદના રણજીતગઢ ગામે ખેડૂતની મંજૂરી વગર ઉભા મોલમાં નુકશાન હળવદ : વિકાસની વાતો કરતી સરકાર ખેડૂતોના હિતને બદલે ખાનગી કંપનીઓના લાભ માટે કામ કરતી હોય તેવી સ્થિતિ વચ્ચે આજે વડોદરાથી લાકડીયા સુધીની 756 કે.વી. વીજ લાઈન નાખવા માટે હળવદના રણજીતગઢ ગામે ખેડૂતની મંજૂરી વગર કપાસના ઉભા પાકમાં જે.સી.બી. ફેરવી દેવાતા ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે. પાછલા લાંબા સમયથી લાકડીયા-વડોદરા વીજ લાઇનના યોગ્ય વળતર ને લઈ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકાના રણજીત ગઢ ગામે બાબુભાઈ ભીમજીભાઈ પટેલની વાડીએ કપાસના ઉભા પાકમાં જે.સી.બી. વડે વીજપોલ ઉભા કરવાની કામગીરી કરી અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનું રડતા રડતા ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોના મોલ હાલમાં લહેરાઈ રહ્યા છે. તેવા સમયે જ અધિકારીઓ દ્વારા દાદાગીરી આચરવામાં આવતા ખેડૂતો લાચાર, બેબસ બની પોતાની નજર સામે ઊભા પાકનો વિનાશ જોઈ સરકાર અને વીજ કંપનીને બદદુઆ આપી નિ:સહાય હોવાની અનુભૂતિ કરી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..