આજે જિલ્લાના 39 સ્થળોએ કુલ 4,195 લોકોનું વેકસીનેશન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આજ કરતા પણ આવતીકાલે વેકસીનેશન માટે વધુ ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાં આજ માટે 10 હજાર જેટલા ડોઝ હતા. જ્યારે એનાથી વધીને આવતીકાલના વેકસીનેશન માટે 12 હજાર જેટલા ડોઝ ફાળવતાં મોરબી જિલ્લામાં અત્યાર સુધીમા સૌથી વધુ 64 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં આજે બુધવારે બીજા ડોઝ માટે 39 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 હજારથી વધુ ડોઝ ફાળવાયા હતા. આથી આજે મોરબી જિલ્લાના 39 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરાતાં દિવસના અંતે 45 પલ્સમાં 2571, 18 પલ્સમાં 1597 અને ખાનગીમાં 27 મળી કુલ 4195 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આવતીકાલ માટે મોરબી જિલ્લાના 64 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં મોરબી તાલુકાના સૌથી વધુ 26, ટંકારા તાલુકાના 9, વાંકાનેર તાલુકાના 13 તેમજ માળીયા તાલુકામાં 3 અને હળવદ તાલુકામાં 13 સ્થળોનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લામાં આવતીકાલે વેકસીનેશન માટે 11,600 કોવીસીલ્ડ અને 400 કોવેકસીનનો ડોઝ ફાળવામા આવ્યો છે. અગાઉ ડોઝ અપૂરતા હોવાને કારણે એકમાત્ર મોરબીને બાદ કરતાં ચારેય તાલુકામાં ઓછા સ્થળોએ વેકસીનેશનનું આયોજન થતું હતું. પણ આજે સૌથી વધુ 12 હજારનો ડોઝ વધારી દેતા મોરબી ઉપરાંત અન્ય તાલુકામાં પણ સ્થળો વધારી દેવામાં આવ્યા છે. જોકે માળીયામાં માત્ર 3 સ્થળો જ રખાયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..