નગરપાલીકા ટાઉન હોલ ખાતે આવતીકાલે યોજનાર કાર્યક્રમ સ્વસહાય જૂથોની બહેનો ભાગ લઇ કાર્યક્રમમાં સહભાગી બનશે મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા. ૧૨ ઓગસ્ટના રોજ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ કલાકે સ્વસહાય (SHG)ની બહેનો માટે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાશે. મોરબી જિલ્લાના સખીમંડળની તમામ બહેનો આ કાર્યક્રમ દૂરદર્શન ચેનલ પર નિહાળી શકશે. દેશની મહિલાઓ યુવાનો સાથે ખભેખભા મેળવીને કામ કરી રહી છે તથા અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈને આત્મનિર્ભરતા તરફ મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે ત્યારે દેશના વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર પ્રધાનમંત્રી સખીમંડળની મહિલાઓને આવતીકાલે સુચારૂ માર્ગદર્શન પૂરુ પાડશે. જે અન્વયે મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલે તા. ૧૨ ઓગસ્ટના રોજ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ કલાકે સ્વસહાય (SHG)ની બહેનો માટે ખાસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ સખીમંડળની બહેનોને દૂરદર્શન ચેનલ ઉપર આ કાર્યક્રમ નિહાળવા અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..