10 દિવસના બાળક સાથે પતિએ પત્નીને કાઢી મુકતા પરિણીતાની વહારે આવી 181 અભયમની ટીમ મોરબી : મોરબીમાં પ્રસુતિ થયાના થોડા દિવસોમાં જ પતિએ મારકુટ કરીને પોતાની પત્નીને દસ દિવસના બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી રસ્તે રઝળતી અને ગભરાયેલી પરિણીતાની વહારે 181 અભ્યામની ટીમ આવી હતી. આ ટીમે બન્ને પતિ પત્નીવચ્ચે સુલેહ કરાવીને પરિણીતાનો ઘરસંસારને ફરી બાગ-બાગ કરી દીધો છે. મોરબી 181 મહિલા હેલ્પલાઇનને ગઈકાલે એક ભાઈએ કોલ કર્યો હતો અને તે ભાઈએ કહ્યું હતું કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક મહિલા તેના માત્ર 10 દિવસના બાળક સાથે બેઠી છે. આ મહિલા ખૂબ જ ગભરાયેલી છે. જેમાં તેનો પતિ ત્રાસ આપતો હોય અને મારકુંટ કરીને પરિણીતાને ઘરેથી કાઢી મૂકી છે. આ બાબતની જાણ થતાં મોરબી 181 મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર પલ્લવીબેન વાઘેલા, મહિલા કોન્સ્ટેબલ રીટાબેન પરમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 181 અભયમની ટીમે મહિલાને સમજાવીને કાઉન્સીલિંગ કરતા આ મહિલાને પ્રસુતિ અવ્યના થોડા દિવસોમાં જ પતિએ માર મારી તેના દસ દિવસના બાળક સાથે કાઢી મૂકી હોવાનું જાણવા મળ્યું હતું. આથી 181 અભયમની ટીમે બન્ને પતિ પત્નીને સમજાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..