મોરબીના મોટાભાગના વિદ્યાર્થીઓ 42 વર્ષ પૂર્વેની ઘટનાથી અપરિચિત!!! વડીલો, વાલીઓને જાગૃત થવા તાતી જરૂર મોરબી : વિશ્વની સૌથી મોટી જળ હોનારત ગણાતી મચ્છુ જળ હોનારાતની આજે 42મી વરસી છે ત્યારે મોરબીના મોટાભાગના વિદ્યાર્થીઓ આ ઘટનાથી અપરિચિત હોવાનું સામે આવ્યું છે. જો કે આજે ગ્રીન વેલી સ્કૂલના વિદ્યાર્થીઓએ આ ગોજારી દુર્ઘટનાનો ડોક્યુમેન્ટરી ફિલ્મ થકી સાક્ષાત્કાર કરી ડોક્યુમેન્ટરી નિર્માતાઓ સાથે વાતચીત કરી રસપ્રદ વિગતો મેળવી હતી. 11 ઓગસ્ટ 1979ના રોજ આવેલા ભયાનક મચ્છુ હોનારાતની ઘટનાની 42મી વરસીના દિવસે આજે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મોરબી અપડેટના પાયોનિયર દિલીપભાઈ બરાસરા અને અમદાવાદના હર્ષદભાઈ ગોહિલ, દિલીપ ક્ષત્રિય સહિતની ટીમે બનાવેલી પ્રથમ અને એકમાત્ર ડોક્યુમેન્ટરી ફિલ્મ વિદ્યાર્થીઓને દર્શાવી નવી પેઢીના બાળકોને મોરબીમાં આવેલા 1979ના વિશ્વના સૌથી મોટા જળ હોનારાતથી સાક્ષાત્કાર કરાવ્યો હતો. જો કે, આશ્ચર્યની વાત તો એ છે કે, મોરબીની આ ગોઝારી ઘટનાથી આજની પેઢીના અનેક બાળકો અજાણ છે અને હોનારત અંગે યુ ટ્યુબ કે અન્ય માધ્યમોથી જાણકારી મેળવી હોવાનું બાળકોએ જણાવ્યું હતું. આજે ડોક્યુમેન્ટરી નિર્દંશન સાથે દિલીપભાઈ બરાસરા અને હર્ષદભાઈ ગોહિલે વિદ્યાર્થીઓ સાથે સવિસ્તાર ચર્ચા કરી માહિતી પણ આપી હતી. સાથો સાથ મચ્છુ જળ હોનારાતની ઘટનામાં જીવગુમાવનાર તમામ દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..