આગામી ચાર-પાંચ દિવસમાં કેનાલમાં પૂરતો જળ જથ્થો છોડવા માંગ ઉઠાવાઈ મોરબી : વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો મોલ સુકાઈ તે પહેલા મોરબી જિલ્લાના હળવદ, માળીયા, મોરબી તાલુકાના ગામોને તાત્કાલિક નર્મદા કેનાલમાંથી સિંચાઇનું પાણી આપવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા ચિંચાઈ વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું. મોરબી જિલ્લાના માળિયા ,મોરબી, હળવદ તાલુકાના નર્મદા કેનાલમાં સમાવિષ્ઠ ગામોમાં સિંચાઇ નું પાણી તાત્કાલિક આપવાની માંગ સાથે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજુઆતમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ મોંઘા ભાવનું ખાતર બિયારણ વાવીને મગફળી, કપાસ,એરંડા, તલનું વાવેતર કરેલ છે પરંતુ હાલ વરસાદ ન પડવાથી મોલ સુકાઈ રહ્યા છે. જો નર્મદા કેનાલમાંથી એક પિયતનું પાણી મળી જાય તો આ ખેડૂતોનો મોલ બચી જાય અને તેનો ઉત્પાદન વર્ષ બગડે નહીં એ માટે જે પ્રકારનું આયોજન આપના વિભાગમાંથી કરવું પડે તેમ પણ ખેડૂતોને પીયતનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરવામાં આવી હતી. વધુમાં આ પિયત ચાર પાંચ દિવસમાં જ મળે તો જ મોલ બચી શકે તેમ છે. જ્યારે પણ કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે હળવદ, માળીયા, મોરબી તાલુકાના દરેક ખેડૂત ખાતેદારોને એક સમયમાં એકી સાથે પાણી મળી રહે તેવી સઘન વ્યવસ્થા પણ કરવી પડે તેમ છે. કારણ કે, ચાર-પાંચ દિવસમાં વાવેતર કરેલ દરેક ખેડૂતો પાણીની તાતી જરૂરિયાત છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા કરવામાં આવેલી રજૂઆત સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહેશભાઈ પારેજીયા, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, અશોકભાઈ કૈલા, ધર્મેન્દ્રભાઈ વિડજા , વાસુદેવભાઈ, દિપકભાઇ, ઓધાભાઈ,મેહુલ એરવાડીયા, જટુભા ઝાલા, શૈલેષ સંધાણી, અમૃતભાઈ, નયનભાઈ અધારા, મુકેશભાઈ ગામી, કે.ડી.પડસુબીયા, નીમેષભાઈ ગાંભવા, કેશુંભાઈ આમરણ, લલીત કાસુન્દ્ર, અશ્વિન વિડજા, હરેશ શેરસીયા તથા હળવદ, માળીયા, મોરબીના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..