મોરબી : વિકસતી જાતિ કલ્યાણ ખાતું (ગુ.રા) ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ) રફાળેશ્વર મોરબીમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ચાલુ છે. આ છાત્રાલયમાં ધો.૧૧-૧૨, કોલેજ ક્ક્ષાના, એન્જીનિયરીંગ (ડિગ્રી-ડીપ્લોમાના) તેમજ ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગોના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. સરકારએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૧/૦૮/૨૦૨૧ કરવામાં આવેલ હોય, વિદ્યાર્થીઓને છાત્રાલય સુવિધાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે તા.૩૧/૦૮/૨૦૨૧ સુધીમાં esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) આર.આર. શાહની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..