મોરબી : હાલની પરિસ્થિતિ મુજબ થોડા દિવસ માટે વરસાદની શક્યતા ન હોવાથી મોરબી મચ્છુ-૨ સિંચાઇ વિભાગમાં મોરબી તાલુકાના ખેવાળીયા, નાની વાવડી, માનસર, બગથળા, વનાળિયા, જેપુર, બરવાળા તથા ગોરખીજડિયાના સરપંચો સાથે મળી ખેડૂતો માટે પાણી છોડવા આવેદન અપાયું હતું. આવેદનમાં જણાવાયું હતું કે વરસાદની ખૂબ ખેચ હોવાથી વાવણી કરેલા પાકને ખૂબ જ નુકસાન થવાની શક્યતા છે તો આવતા અઠવાડિયામાં મચ્છુ-2 સિંચાઇ વિભાગના કમાન્ડ દ્વારા મોરબી તાલુકામાં આવતા તમામ ગામમાં કેનાલથી પિયત માટે બેથી ત્રણ પહાણનું પાણી પૂરું પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..