મોરબી : લાયન્સ કબલ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.23 ઓગસ્ટના રોજ સોમવારે સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન મચ્છુકઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વ્રજ હોસ્પિટલ સામે, 12 સાવસર પ્લોટ મોરબી ખાતે વિનામૂલ્યે થેલેસીમિયા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબના પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા, સેક્રેટરી દિનેશભાઇ વિડજા, ટ્રેઝરર જયદીપભાઈ બારા, પ્રોજેકટ ચેરમેન વિક્રમભાઈ દફ્તરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..