મામલતદાર અને પોલીસ વિભાગને સાથે રાખી ત્રણ દબાણ દૂર કરાયા હવે મંજૂરી વગરના દુકાન-મકાન સામે તવાઈ હળવદ : હળવદ શહેરમાં આવેલ દશામાંના મંદિર પાસે પાછલા ઘણા સમયથી અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યું હતું. જે પાલિકાના ધ્યાને આવતા પોલીસ તંત્રને સાથે રાખી પાલિકા તંત્ર અને મામલતદાર સાથે રહી આ ત્રણ જેટલા ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યા હતા. હળવદ શહેરમાં આવેલ દશામાંના મંદિરની સામે સરકારી જગ્યા ઉપર દુકાનો અને પતરાના વાડા બનાવી દબાણ કરવામાં આવતા આ અંગેની રજૂઆત પાલિકા તંત્રમાં આવતા પોલીસને સાથે રાખી આ ગેરકાયદેસર દબાણ ઉપર જેસીબી ફેરવી દેવાયું હતું. વધુમાં, પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલએ જણાવ્યું છે કે, આવતા દિવસોમાં ગેરકાયદેસર દબાણ કરનાર તેમજ મંજૂરી વગર બાંધકામ કરનાર દુકાનો, મકાનોના માલિકોને પણ નોટિસ ફટકારવામાં આવશે અને પાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..