રાષ્ટ્રીય દિનદયાલ સેવા સંઘની બહેનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતિક સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. રક્ષાબંધનના તહેવારે દરેક બહેન પોતાના ભાઈના હાથે રક્ષાકવચ બાંધે છે. મોટાભાગના બહેનોને તેમના દૂર રહેતા ભાઈઓને રાખડી બાંધવા જવું પડતું હોય છે ત્યારે રક્ષાબંધનના તહેવારે ખાસ બહેનોને એસટી સેવાનો વિનામૂલ્યે લાભ આપવા માંગ સાથે રાષ્ટ્રીય દિનદયાલ સેવા સંઘની બહેનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. મોરબી જિલ્લા રાષ્ટ્રીય દિનદયાલ સેવા સંઘની બહેનો ધર્મિષ્ઠાબેન વ્યાસ, વંદનાબેન જોષી, કાશ્મીરાબેન ઓઝા, બિંદીયાબેન રામાવત તેમજ કૌશલભાઈ મહેતા, જીનેશભાઈ શાહ, પારસભાઈ હંસોરાએ રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, આગામી 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે રક્ષાબંધનના તહેવાર નિમિતે ખાસ બહેનોને એસટી સેવાનો વિનામૂલ્યે લાભ આપવો જોઈએ. રક્ષાબંધનના તહેવારોમાં મોટાભાગના બહેનો પોતાના બહારગામ રહેતા ભાઈઓને રાખડી બાંધવા જાય છે. તેથી આગામી 21 થી 30 ઓગસ્ટ સુધી રાજ્યની બહેનોને એસટી સેવાનો વિનામૂલ્યે લાભ આપવામાં આવે તો બહેનોને મોટા લાભ મળશે.તેમજ સરકાર રક્ષાબંધનના દિવસે ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ માટે મફત રાખડી સોગાદ આપી નારી ઈચ્છા શક્તિનું અવસર ઉજવે તેવી માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..