શ્રાવણ માસ નિમિતે સીટી બસ સેવા શરુ કરવા ભૂતપૂર્વ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતાએ કરેલી રજૂઆત ફળી મોરબી : વાંકાનેર નજીક આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે દરરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા હોય મોરબી પાલિકા દ્વારા શ્રાવણ માસ નિમિતે વિશેષ સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે સવારે તથા સાંજે ભક્તજનોં માટે ઉપલબ્ધ બની છે. મોરબી નગરપાલિકા ભુતપુર્વ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતાએ પાલિકા તંત્ર સમક્ષ શ્રાવણ માસ નિમિતે જડેશ્વર મંદિર સુધી સીટી બસ દોડાવવા રજુઆત કરતા પાલિકા પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ એન. જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ તથા ચિફ ઓફિસર ગિરીશ આર. સરૈયાએ જડેશ્વર માટે સીટી બસ સેવા શરૂ કરવામાં આવેલ છે. પાલિકા સંચાલિત સીટી બસ સવારે ગાંધી ચોકથી 7:30 કલાકે ઉપડશે અને નરસંગ ટેકરી, રવાપર કેનાલ ચોકડી, રવાપર ગામ હનુમાનજીના મંદિર, ઘુનડા, સજનપર, નાના જડેશ્વર, મોટા જડેશ્વર, મોઢેશ્વરી માતાજી, ભંગેશ્વર મહાદેવના મંદિર સુધી જશે. જ્યાંથી સવારે 9:30 કલાકે પરત મોરબી આવશે. એ જ રીતે સાંજે 4.30 કલાકે ગાંધી ચોક ખાતેથી બસ ઉપાડશે. જે સાંજે 6.30 કલાકે જડેશ્વરથી પરત મોરબી આવવા ઉપડશે. જેથી મોરબીના ધર્મપ્રેમી ભાવિકોએ આ સીટી બસ સેવાનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..