મોરબી : મોરબી જનસંઘથી ભાજપ સાથે જોડાયેલ, વકિલ અને સંગઠનના માહિર પ્રદિપભાઈ વાળાની રાષ્ટ્રીય મહાસંપર્ક અભિયાનના સૌરાષ્ટ્ર પ્રદેશના સંયોજક તરીકે નિમણુંક કરવામાં આવી છે. મોરબીના નામી વકિલ અને જનસંઘથી ભાજપ સાથે જોડાયેલ પ્રદિપભાઈ વાળાની કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાતના પ્રદેશ સંયોજક તરીકે નિમણુંક કરવામાં આવી છે. પ્રદિપભાઈ વિદ્યાર્થી કાળથી જ ભાજપ સાથે જોડાયેલ છે તેઓ હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિદ્યાર્થી પરિસદ ઉપરાંત તેમની સાથે વિસ્તારક તરીકે પણ કાર્ય કરેલ છે. પ્રદીપભાઈ 1986માં મોરબી નગર પાલિકા સભ્ય બની અનેક કમિટીના ચેરમેન તરીકે રહી વિકાસકાર્યો કર્યા હતા. આ ઉપરાંત 1987માં મોરબી નાગરિક બેંકના ચેરમેન તરીકે અને 2 ટર્મ સુધી શહેર ભાજપ ના પ્રમુખ તરીકે તેમજ 1996 થી 2002 સુધી ગુજરાત ગેસમાં ડાયરેકટર તરીકે રહી મોરબીમાં ગેસ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે . તેઓની રાજકીય સફરમાં રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, 20 વર્ષ સુધી પ્રદેશ કારોબારી સભ્ય ઉપરાંત મોરબી બાર એસોસિએશનના પ્રમુખ તેમજ 2005માં મોરબી પાલિકાના પ્રમુખ તરીકે રહી અને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે .અને ત્યાર બાદ પછાત વર્ગ નિગમના વાઇસ ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય મહાસંપર્ક અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રદેશ સંયોજક તરીકે નિમણુંક કરી છે જેમાં તેમને સૌરાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓને સંગઠનમાં જોડીને સક્રિય કરી સંગઠનને વધુ મજબૂત કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આમ પ્રદિપભાઈ સારા વકિલની સાથે સંગઠનમાં પણ સારી એવી કામગીરી કરી રહ્યા છે.