મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી તીર્થંક પેપરમિલમાં કામ કરતા શ્રમિકને લોડર ચાલકે હડફેટે લેતા શ્રમિક યુવનને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની લીલાપર ચોકડી નજીક આવેલા તીર્થક પેપર મીલ કારખાનાના સેડમાં વેસ્ટ પેપર નાખવાનું કામ કરતા અજય મનસુખભાઇ બાબરીયા (ઉ.વ.19) ને ટેકટ્રર લોડર નંબર જી.જે-૧૫-બી.બી ૫૧૯૧ વાળાના ચાલક પ્રમોદ પાસવાન (રહે.બિહાર)એ લોડર આગળ પાછળ જોયા વગર ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ચલાવી અજયને લોડરના બકેટમાં હડફેટે લઇ માંથામાં ગંભીર ઇજા કરી મોત નીપજાવતા મૃતકના પિતા મનસુખભાઇ ઉર્ફે કાળુભાઇ લખમણભાઇ બાબરીયા (ઉ.વ.-૪૭, રહે- વરીયા, નળીયા કારખાનાની ઓરડીમાં, લીલાપર ચોકડી, તા.જી-મોરબી, મુળ ગામ-કુભારીયા)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનવા સંદર્ભે પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે લોડર ચાલક વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એકટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..