વેકસીનેશન માટે કોવીશિલ્ડનો 6000 ડોઝનો જથ્થો અને કોવેકસીનનો 700 ડોઝનો જથ્થો ફાળવાયો મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારે 45 જેટલો સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આવતીકાલે વેકસીનેશન માટે કોવીશિલ્ડનો 6000 અને કોવેકસીનનો 700 ડોઝનો જથ્થો ફાળવાયો છે. જોકે હજુ ડોઝ ઓછા હોવાને કારણે વેકસીનેશન માટે ભીડનું પ્રમાણ એટલું જ રહ્યું છે અને મોટાભાગના સ્થળોએ વેકસીનેશન માટે કતારો જોવા મળે છે. મોરબી જિલ્લામાં કોરોના સામે મજબૂત ફાઈટ આપવામાં વેકસીનેશનની પ્રક્રિયા વેગવંતી બની છે. જો કે થોડા દિવસો અગાઉ હાઈએસ્ટ વેકસીનેશન થયું હતું.તે પછી ડોઝ થોડા ઉતરોતર ઘટ્યા હતા આથી વેકસીનેશનના સ્થળો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ 59 જેટલા સ્થળોએ વેકસીનેશન થયા બાદ ડોઝ ઘટતા હવે 45 જેટલા સ્થળો કરી દેવામાં આવ્યા છે. જેમાં આવતીકાલ મંગળવાર માટે 6700 ડોઝ ફાળવી દેવાતા મોરબી જિલ્લાના 45 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં મોરબી તાલુકાના સૌથી વધુ 18 સ્થળો, ટંકારા તાલુકાના માત્ર ચાર સ્થળો,વાંકાનેર તાલુકાના 11 સ્થળો, માળીયા તાલુકાના 3 સ્થળો અને હળવદ તાલુકાના 9 સ્થળોનો સમાવેશ થાય છે. આવતીકાલે માટે ફાળવાયેલા કુલ 6700 ડોઝમાં કોવીશિલ્ડના 6000 અને કોવેકસીનના 700 ડોઝનો સમાવેશ થાય છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..