વિરપરડા ગામની સીમમાં શ્રમિક મહિલા બોઇલરની રાખ ઉપર ચાલવા જતા દાઝી જતા સારવારમાં મોત મોરબી : શોર્ટકટ રસ્તા હમેશા જોખમી હોય છે, ત્યારે આવાજ એક કિસ્સામાં લાકડાના કારખાનામાં કામ કરતી મહિલા પાન-માવા લેવા જવા માટે કાદવ કીચડ હોવાથી રાખનાં ઢગલા પાસેના શોર્ટકટ રસ્તે પસાર થતા દાઝી જતા એકાદ માસની સારવાર બાદ દમ તોડી દીધો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જામનગર ખોડિયાર કોલોનીમાં રહેતા અને હાલમાં મોરબીના વિરપરડા ગામની સીમમાં આવેલ ઇટલવા વુડસ ફેકટરીમાં રહેતા હંસાબેન મહેશભાઇ જોષી (ઉ.વ.૫૫) નામના મહિલા ગત તા.10 જુલાઈના રોજ સવારે પાન-માવાની કેન્ટીને જતા સમયે દાઝી જતા એક મહિનાની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. વધુમાં જાણવા મળ્યા મુજબ હંસાબેન ગઇ તા.10 જુલાઈના રોજ સવારમાં પાન-માવા વાળી કેન્ટીને માવા લેવા જતા હતા અને વરસાદના લીધે ગ્રાઉન્ડમાં કાદવ હોય જેથી તે ટુંકા રસ્તે જતા હતા. આ રસ્તામાં કંપનીની બોઇલરની રાખ ઠંડી થવા રાખેલ હોય જે રાખ ઠંડી થઇ ગયેલ હશે તેમ માની હંસાબેન તેના ઉપરથી ટુંકા રસ્તેથી જતા આ બોઇલરની રાખ ઉપરથી ઠંડી હોય પરંતુ નીચે ગરમ હોવાથી હંસાબેન ગંભીર રીતે શરીરે દાઝી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે એ.ડી. નોંધી તપાસ શરૂ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..