પશુપાલનમાં અઢળક ખર્ચ વચ્ચે નહિવત આવકથી માલધારીઓમાં સફેદ દૂધનો કાળો કકળાટ ટંકારા : પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલ વધારો હવે પશુપાલકોને નડી રહ્યો છે, છેલ્લા મહિનાઓમાં ખોળ, કપાસીયાના ભાવમાં થયેલા અસહ્ય ભાવ વધારાની સાથે-સાથે વરસાદ ખેંચાતા ગામડે-ગામડે માલધારીઓમાં સફેદ દૂધનો કાળો કકડાટ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ખેડૂતો અને માલધારીઓ પશુપાલન કરી શહેરીજનોને દૂધ પૂરું પાડવા રાત-દિન મહેનત કરી રહ્યા છે પરંતુ હવે દૂધના ધંધામાં નફો તો ઠીક પડતર કિંમત પણ નીપજતી ન હોવાથી પશુપાલનના વ્યવસાયથી માલધારીઓ મોં ફેરવી રહ્યા છે.વર્ષના ૩૬૫ દિવસ શિયાળો, ઉનાળો અને ચોમાસુ ગમે તેવા સંજોગોમાં રજા રાખ્યા વગર સવારે ૫ વાગ્યે ઉઠી નિરણ પુરો અને માવજત કરતા માલધારી ઢોર ઢાખર વેચવા મજબુર બન્યા હોવાની હાઈકતો પણ સામે આવી રહી છે. પશુપાલકો હાલમાં દૂધના વ્યવસાયનું સરવૈયું આપતા જણાવે છે કે, ભેંસનુ એક લિટર દુધ જેનો ફેટ ૫ થી લઈને ૮ આવે છે અને હાલે એક ફેટના ૬.૬૫ રૂપિયા મળે છે. સરેરાશ એક ભેસ ૧૦ લિટર દુધ બે ટંકમા આપે છે જે ૬ ફેટ ગણીએ તો ૧લિટરના ૪૦ રૂપિયા મળે છે અને ૧૦ લિટરના ૪૦૦ એજ દુધ બજારમાં પહોચે અને આપણને ૬૦ રૂપિયે વેચવામાં આવે છે.પરંતુ ગામડે દુધ ઉત્પાદન વધુ હોય ધરે ધરે દુઝાણા હોવાથી દુધ ડેરીમાં ફેટના ભાવે વેચાણ કરવુ પડે છે. જે પશુપાલકો માટે ખોટનો ધંધો સાબિત થઇ રહ્યો છે. બીજી તરફ ભેસ કે ગાયનો નિભાવણી ખર્ચ દિવસે - દિવસે વધી રહ્યો છે. એક ગાય કે ભેંસ માટે નિરણ પાણીનો ખર્ચ જોઈએ તો હાલમાં ગાય- ભેંસને ૪.૫ કિગ્રા ખાણ કિમત રૂપિયા ૧૭૧, લીલોચારો ૨૦કિગ્રા કિમત રૂપિયા.૬૦, સુકો ઘાસચારો ૬ કિગ્રા રૂપિયા ૩૦ નો ખર્ચ થાય છે અને પશુ જયારે માંદગીના બિછાને પટકાય તો હજારો રૂપિયાની દવા અલગ અને છાણ ખાતર જોઈ તો એક ભેંસ કે ગાય આખા વર્ષમાં અડધી ટ્રોલી એટલે ૧ હજાર નુ ખાતર માંડ આપે છે. અને આ બધી પ્રક્રિયા પાછળ એક વ્યક્તિની દિવસભરની મહેનતનો દાડીનો ખર્ચ પણ છૂટતો ન હોય પશુપાલકો હવે માલઢોર વેચવા મજબુર બન્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..