મોરબી : મોરબી જેવા વાઇબ્રન્ટ તાલુકાના બ્લોક રિસોર્સ સેન્ટરમાં શિક્ષણની અનેકવિધ પ્રવૃતિઓ અને તાલીમ કાર્યક્રમો યોજાતા હોય છે. જે અંતર્ગત બી.આર.સી કો ઓર્ડીનેટર અને સી.આર.સી કો.ઓર્ડીનેટર અને બ્લોક MIS, BRP ખૂબ જ મહત્વના રોલ ધરાવે છે. જે અંતર્ગત બી.એડ.ના તાલીમાર્થીઓને પણ બી.આર.સી ભવનની કામગીરી તેમજ તેના અલગ અલગ વિભાગોનો પરિચય મળી રહે એ માટે ઓમ વિદ્યાવાસીની બી.એડ. કોલેજ અને પ્રભાબેન પટેલ બી.એડ કોલેજ દ્વારા દેશના ભાવિ શિક્ષકો એવા તાલીમાર્થીઓને રૂબરૂ માર્ગદર્શન મળે એ માટે ભવનની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. સી.આર.સી કો ઓ ચંદ્રકાંતભાઈ બાવરવા દ્વારા એક કો.ઓર્ડીનેટર ની શિક્ષણ અને મોનીટરીંગમાં શુ ભૂમિકા હોય છે એની છણાવટ કરવામાં આવી. ત્યારબાદ બી.આર.સી કો ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા બી.એડ ના તાલીમાર્થીઓને એક પ્રભાવશાળી અને 21મી સદીના બાળકો સામે બોરિંગને બદલે ઈન્ટરેસ્ટિંગ શિક્ષક બનવા માટે જરૂરી અગાધ વાચન, ટેકનોલોજી ફ્રેન્ડલી બનવાના મેસેજ સાથે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની તર્જ પર શૈક્ષણિક પ્રશ્નોની કવિઝ રમાડવામાં આવી. જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમને રસપ્રદ અને જ્ઞાનસભર બનાવવા માટે સી.આર.સી કો ચંદ્રકાન્તભાઈ દ્વારા 'મહાનુભાવોને એમના અવાજ પરથી ઓળખો' એ એક્ટીવીટી દ્વારા તાલીમાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત કરાવી અને એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને કઈ રીતે ઝકડી રાખવા એનો લાઈવ ડેમોનું નિદર્શન કરાવ્યું. બી.એડ કોલેજ સ્ટાફ ભગીરથસર, ભરતસર, શૈલેષ સર તથા મિતાબેન દવે સાથે બી.એડ ના તાલીમાર્થીઓ એ IED વર્ગ ની પણ મુલાકાત લીધી અને દિવ્યાંગ બાળકોની સાઈન લેન્ગવેજ બ્રેઇલ લિપિ તેમજ રિસોર્સ રૂમ વિશે જાણ્યું. આ તકે બી.એડ કોલેજના આચાર્ય કેતનભાઈ જોશી તથા તાલીમાર્થીઓના માર્ગદર્શક સમગ્ર સ્ટાફ અને તાલીમાર્થીબેન દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા બદલ બી.આર.સી ચિરાગભાઈ, સી.આર.સી ચંદ્રકાંતભાઈ તેમજ બ્લોક MIS અભિજીતસિંહ રાણાનું આભાર દર્શન કરવામાં આવ્યું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..