મોરબી-રાજપર રોડ ઉપર અકસ્માત સર્જાયો મોરબી : મોરબી રાજપર રોડ ઉપર અજાણ્યા સ્વીફ્ટ કારના ચાલકે બાઇક સવાર યુવાનને હડફેટે લેતા સારવાર દરમિયાન બાઇક ચાલકનું મૃત્યુ નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રાજપર રોડ ઉપર ગત તા.12 જુલાઈના રોજ અજાણ્યા સ્વીફ્ટ કારના ચાલકે બાઇક લઈને જઈ રહેલા વિજયભાઈ જાદવજીભાઈ પરસોંડા નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના અંગે મૃતકના પિતા મગનભાઇ જાદવજીભાઇ પરસોંડા (રહે.રાજપર, નવા પ્લોટ)એ અજાણી સ્વિફટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪અ, એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાર ચાલકનો પતો મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..