ટંકારા : ટંકારા પોલીસે ટાવેરામાં 66 બોટલ વિદેશી દારૂ મળી કુલ રૂ. ત્રણ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસે જીજે 36 એલ 7373 નંબરની ટાવેરામાં 66 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 16,950 સાથે રવિભાઈ ગુણવંતભાઈ પનારા ઉ.વ. 21 અને વસીમ અજિતભાઈ સાંજી ઉ.વ.22ને પકડી પાડી રૂ. 3,16,950નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.