૧૧થી ૧૩ ઓગસ્ટથી સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી : મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં આગામી તા.11થી13 ઓગસ્ટ દરમિયાન ભગવાન સોમનાથ મહાદેવની પરિવાર સહિત દિવ્ય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. શનાળા રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સવંત ૨૦૭૭ શ્રાવણ સુદ ત્રીજ તા. ૧૧/૦૮/૨૦૨૧ થી શ્રાવણ સુદ ૫ શુક્રવાર તા. ૧૩/૦૮/૨૦૨૧ સુધી સોમનાથ મહાદેવજીનો યજ્ઞ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા (ભાગવતાચાર્ય, જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, M.A સંસ્કૃત વારાણસી) કાશીવારા/મોરબીવારા વૈદિક શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..