મોરબી ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ બાળકોને નિઃશુલ્ક તાલીમ અપાશે મોરબી : દરેક બાળકોમાં કોઈને કોઈ ખૂબી રહેલી હોય છે ત્યારે જો બાળકને પધ્ધતિસરની તાલીમ આપવામાં આવે તો બાળક અવનવા સંશોધન કરી શકે છે આવી જ ઉમદા ભાવના સાથે મોરબીના ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા બાળકોને આધુનિક રોબોટ, ડ્રોન, થ્રીડી ટેક્નોલોજી અંગે તાલીમ આપવા આગામી 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન જુદાજુદા વિષયો અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે એ પણ તદ્દન નિઃશુલ્ક. મોરબી શહેરમાં સૌપ્રથમ વખત જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત “ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર” શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ ટી. ડી. પટેલ દ્વારા આ “ઓમશાંતિ રિસર્ચ સેન્ટર” નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમનો એકમાત્ર ઉદ્દેશ છે કે બાળકો વિજ્ઞાન પ્રત્યે રુચિ ધરાવી કઈક નવું સંશોધન કરી શકે. આ રિસર્ચ સેન્ટર પર અત્યારની આધુનિક ટેક્નોલોજી જેવી કે, ડ્રોન ડેવલોપમેન્ટ, 3D પ્રિન્ટર, એરોમોડલિંગ, રોબોટિક્સ, કોમ્પ્યુટર કોડિંગ, બેઝિક ઈલેક્ટ્રોનિક્સ, આર્ડ્યુનો વગેરે જેવી આધુનિક ટેક્નોલોજી પર બાળકોને ટ્રેનીંગ આપવામાં આવે છે. જેમાં સ્વતંત્રતા દિવસ નિમિતે 11/08/2021 થી તા. 15/08/2021 સુધી મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ દરમિયાન ટેકનો સ્ટાર દ્વારા ડ્રોન ડેવલોપમેન્ટ, રોબોટિક્સ, 3D પ્રિન્ટર, કોમ્પ્યુટર કોડિંગ, એરોમોડલિંગ વગેરે જેવા કોર્સની બાળકોને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવશે આ કોર્ષમાં શાળાથી લઈને કોલેજ સુધીના બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને રોબો ફૂટબોલ ગેમમાં વિજેતાને આકર્ષક પ્રાઇઝ આપવામાં આવશે. ઓમ શાંતિ વિદ્યા સંકૂલ, RTO પાસે, કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે યોજાનાર આ ઇવેન્ટમાં તા.11 ઓગસ્ટના રોજ સવારે 10થી 12 રોબોટિક્સ, તા.12 ઓગસ્ટના રોજ સવારે 10 થી 12 3D પ્રિન્ટર, તા.13 ઓગસ્ટના રોજ સવારે 10 થી 12 ડ્રોન ડેવલોપમેન્ટ, તા.14 ઓગસ્ટના રોજ સવારે 10 થી 12 બેઝીક ઈલેક્ટ્રોનિક્સ અને તા.15 ઓગસ્ટના રોજ સવારે 10 થી 12 રોબો ફૂટબોલ ગેમનું આયોજન કરાયું છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે મોબાઈલ નંબર 79843 78128 ઉપર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..