સામાજિક કાર્યકરે પાલિકાને રજુઆત કરી આ બન્ને શેરીઓમાં રોડનું કામ ચાલુ કરવાની માંગ કરી મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા વોર્ડ નંબર 11 માં આવેલ લાયન્સનગરની બાજુની બે શેરીઓમાં રોડનું કામ બાકી રાખી દેવાતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી આ વિસ્તારના સામાજિક કાર્યકરે નગરપાલિકાને રજુઆત કરી આ બન્ને શેરીઓમાં રોડનું કામ ચાલુ કરવાની માંગ કરી છે. મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા વોર્ડ નંબર 11 માં આવેલ લાયન્સનગરના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે, શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરની બાજુમાં જીઇબીની કચેરી પાસેની બે શેરીઓમાં રોડનું કામ બાકી રાખી દેવામાં આવ્યું છે. જો કે, લાયન્સનગર અને આનંદનગરમાં રોડનું કામ ચાલુ છે. ત્યારે આ બે શેરીઓમાં રોડનું કામ કેમ બાકી રાખી દેવાયું? તેમ જણાવીને સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો છે. આ બે શેરીઓમાંથી અવરજવરમાં મુશ્કેલીઓ થતી હોવાથી વહેલાસર આ બન્ને શેરીમાં પણ રોડનું કામ કરાવાની માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..