દરરોજ ફસાતા વાહનોથી ટ્રાફિક જામ : યોગ્ય ઉકેલ ન આવે તો રસ્તા રોકો આંદોલન મોરબી : મોરબીના હાર્દસમાં ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા પર કાયમની હૈયાહોળી સર્જાય છે. એનું કારણ એ છે કે એક તો આ રોડનું કામ ચાલે છે. ઉપરથી ડાયવર્ઝન કાઢેલું છે. તેમાં પણ લોટ પાણીને લાકડા જેવી કામગીરી થઈ છે. આથી આ રોડ ઉપર દરરોજ વાહનો ફસાઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રાજકોટથી મોરબી શહેરમાં એન્ટ્રી માટે મહત્વના ગણાતા ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા સુધીમાં રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે ડાયવર્ઝન કાઢેલું છે. ડાયવર્ઝનની સ્થિતિ ખરાબ હોવાથી ટ્રાફિકજામની કાયમ હાડમારી રહે છે. અનેક વાહનો ફસાઈ છે. ટ્રાફિકના રોજ રોજના ધાંધિયાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ઇન્ટરનેશનલ હુમન રાઈટના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા સુધી જે રોડનું કામ ચાલે છે. તેમાં જે ડાઈવર્ઝન કાઢ્યું છે. તેમાં લોટ પાણીને લાકડા જેવું કામ કર્યું છે. પરિણામે દરરોજ ગાડીઓ ફસાય છે અને ટ્રાફિકજામ થાય છે. તેથી લોકો હેરાન થાય છે. તેમજ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આથી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહિ આવે તો લોકોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..