મોરબી : મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં આજે F.Y. B.Sc માં પ્રવેશ લેનાર વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં આ વર્ષે પ્રવેશ લેનાર આશરે 200 જેટલી વિદ્યાર્થિનીઓએ કોલેજમાં તેનો પ્રથમ પગ મૂકતાં જીવનમાં કંઇક અલગ જ ચીલો ચાતરીને દેશને ઉપયોગી કારકિર્દીના ઘડતરના શપથ લીધા હતા. આ પ્રોગ્રામમાં મોટિવેશનલ સ્પીકર, કોચ અને કાઉન્સેલર એવા લક્ષ્ય અકેડમીના ડાયરેક્ટર પ્રતીકભાઇ કાછડીયાએ વિદ્યાર્થિનીઓને જીવનના લક્ષ્યને કેમ પ્રાપ્ત કરવું અને અસાધારણ વિકાસ કેમ સાધવો તેનું સચોટ ઉદાહરણ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કોલેજની ૧૨ જેટલી વિદ્યાર્થિનીઓ જેમણે યુનિવર્સિટીની પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમને દરેકને રૂ. ૧૧,૦૦૦ ના ચેક અર્પણ કરાયા હતા. તથા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબે વિદ્યાર્થિનીઓને કોલેજમાં સફળ થવાની અને કોલેજકાળને યાદગાર બનાવવાની વાતોથી સમારંભનું સમાપન કર્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવામાં મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપકગણે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..