માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રક-ડમ્પરને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ ટંકારા : લજાઈ ચોકડીથી વાંકાનેર તરફ જતા માર્ગ ઉપર ઓવરલોડ ચાલતા ટ્રક-ડમ્પરોનો ત્રાસ દિવસે-દિવસે માજા મૂકી રહ્યો હોય હડમતીયા સહિતના ગામોની પ્રજાના જીવ પડીકે બંધાયા છે. ટંકારા તાલુકાના હડમતિયા સહિતના ગામોમાં રાત્રીના સમયે રોડ ઉપર ઓવરલોડ ખનીજ ભરીને નીકળતા ટ્રક-ડમ્પરને કારણે નાના વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ બન્યું છે. તેમાં પણ ડ્રાઇવરો નશાની હાલતમાં નીકળતા હોય અકસ્માત સર્જાવાની દહેશત રહેલી છે. વધુમાં તાજેતરમાં જ આખા રોડ પર રમતો જતો ઓવર લોડ ટ્રક જોત જોતામાં રોડના કાંઠે આવેલા ઉકરડા ઉપર ચડી ગયો હતો. જો કે, સદનસીબે આ સમયે કોઈ અવર જવર ન હોવાથી મોટો અકસ્માત થતાં સહેજમાં રહી ગયો હતો. આ સમયે ડ્રાઈવર પણ ઓવરલોડ થઈ ગયો હોવાનું જણાયું હતું. આમ ટ્રક અને ડ્રાઈવર બંને ઓવરલોડ હાલતમાં જો કાયમી ચાલશે તો નક્કી એક દિવસ મોટો ગમખ્વાર અકસ્માત સર્જાશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. અને માતેલા સાંઢની જેમ દોડી રહેલાં આવા ઓવરલોડ વાહનો બંધ કરાવવા પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..