મોરબી : ગુજરાતની ભાજપ સરકાર આવતીકાલે તા.૯ ઓગસ્ટના દિવસે સામાજિક દિવસ ઉજવી પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ કાલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવેદનહીન સરકાર સામે સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવેદનહીન સરકાર સામે પ્રજાને મળતા અધિકારને દબાવી પ્રજા પર દમન કરતી આ સરકારને લોકોના અધિકારનું રક્ષણ કરવા અને પ્રજાને બંધારણે આપેલ અધિકાર આપવા આ સરકાર નિષ્ફળ ગયેલ છે. ત્યારે પ્રજાને તમામ અધિકાર મળે તે માટેના કાર્યક્રમનું આયોજન કરી ગુજરાતમાં પ્રજાને પોતાનાં અધિકાર મળે તેમ કરવા માટે સરકારને જગાડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સરકારની અણઆવડતને ખુલી પાડવા અને પ્રજાને પડતી મુશ્કેલી સામે સરકારને જગાડવવા અને પ્રજાના ટેક્સના પૈસે તાયફા કરી આ સરકાર પ્રજાનું અપમાન કરી રહેલ છે ત્યારે આ સરકારની પ્રજા વિરોધી નીતિને કારણે પ્રજાને મળતા અધિકારથી દૂર રહી છે તે અને સરકારપ્રજાને અપમાનિત કરી રહેલ છે. ત્યારે પ્રજાને અધિકાર આપવામાં સરકારનીષ્ફળતાઓનો વિરોધ દર્શાવવાના કાર્યક્રમનું આયોજન કરેલ હોય ને આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના તેમજ પ્રદેશના આગેવાનો, શહેરના આગેવાનો, તમામ હોદેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો તમામ કાર્યકરો ભાઈ-બહેનો વાગડીયા દરવાજા, માળીયા (મી.) ખાતે ઉપસ્થિત રહેશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..