સિરામિક એસોસિએશન અને ટ્રક ટ્રાન્સપોર્ટર સંગઠનની બેઠકમાં મળાગાંઠ ઉકેલાઈ મોરબી : મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જીસકા માલ ઉસકા હમાલ ભાડા પદ્ધતિની માંગ સાથે 26 જુલાઈથી શરૂ કરેલી હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે અને આજથી જ લોડિંગ અનલોડિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. માલ તેમની મજૂરી પ્રશ્ને ચાલતી હડતાળના નિરાકરણ માટે આજરોજ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં તમામ બાબતો અંગે વિચાર વિમર્શ બાદ આજથી જ હડતાળ સમાપ્ત કરવા બન્ને સંગઠન વચ્ચે સહમતી સાધવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ હડતાળ સમાપ્ત થઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. એ જ રીતે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ સદામભાઈએ વાટાઘાટો બાદ હડતાળ સમેટાઈ હોવાનું અને જે નિર્ણય થયા છે તેને લેખિત સ્વરૂપ આપવા કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..