જિલ્લાની 4 નગરપાલિકાને માળખાગત સુવિધાઓ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ.5 કરોડ ફાળવાયા શહેરી જનસુખારી દિન નિમિતે મોરબી જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબી : સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ અંતર્ગત મોરબી જિલ્લામાં ‘‘શહેરી જન સુખાકારી દિવસ’’ નિમિતે મોરબીના ટાઉનહોલ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીમાં રૂ.158 કરોડના કામોનું અને લોકાર્પણ અને રૂ.4.27 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જિલ્લાની ચાર નગરપાલિકાને માળખાગત સુવિધાઓ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ.5 કરોડ ફાળવાયા છે. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા સાસંદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકારના પાંચ વર્ષના હિસાબના લેખા જોખા જોવા માટે આપણે ભેગા થયા છીએ. માની ભૂમિકા અને નગરપાલીકાની ભૂમિકા એક સમાન જ છે. આપણી તમામ અપેક્ષા પુર્ણ કરવાની જવાબદારી નગરપાલીકાની છે. આપણે પણ નગરપાલીકામાં આપણાપણાનો ભાવ રાખવો જોઇએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાગરીકોના વિચારને આધારે મન કી બાત કહે છે. કાઉન્સીલોએ પણ પ્રજાના વિશ્વાનસને સાર્થક કરવો જોઇએ. મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતુ કે આપણે સૌનો સાથ સૌનો સહકાર માટે ભેગા થયા છીએ. લોકોના કામને વિકાસ આપવા માટે અને પડતર કામોના હિસાબ માટે આ કાર્યક્રમ યોજાયો છે. શહેરી જન સુખાકારી દિન નિમિત્તે મોરબી જિલ્લાની તમામ નગરપાલીકાને જી.એમ.એફ.બી.ની ગ્રાન્ટ પેટે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ અને ચાવી એનાયત, તેમજ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ અને કેનાલ રોડ ઉપર ફૂટપાથ, સાઇકલ ટ્રેક અને બસ શેલ્ટરનું પણ ખાતમુહુર્ત કરવામા આવ્યું હતુ. કાર્યક્રમના પ્રારંભે મોરબી ચીફ ઓફીસર ગીરીશકુમાર સરૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. અને અંતે હળવદ ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલાએ આભારવિધિ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત સ્થળોએથી જીવંત પ્રસારણ કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ સાસંદ મોહનભાઇ કુંડારીયા, મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગર પાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, હળવદ નગરપાલીકાના પ્રમુખ રમેશભાઇ, મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા કલેકટ જે.બી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી ચીફ ઓફીસર ગીરીશકુમાર સરૈયા, હળવદ ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલા, અગ્રણી સર્વે અરવિદભાઇ, લાખાભાઇ, જયુભા જાડેજા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..