મોરબી : મોરબી શહેર અને તાલુકામાં પોલીસે ગઈકાલે જુદા-જુદા સ્થળેથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને પકડી પાડી તેમની અટકાયત કરી છે. મોરબીમાં નવલખી ફાટક નજીક સીલ્વર પાર્ક સોસાયટી સામે બાવળની કાટમા ગેરકાયદેસર વીદેશી દારૂની કંપનીશીલ બંધ 14 બોટલો (કિ.રૂ. 4200)નો મુદામાલ રાહુલભાઇ ભરતભાઇ સારલા એ વેચાણ કરવા અર્થે રાખ્યો હતો. પોલીસ દ્વારા દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. તેમજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં, મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાં પપ્પુભાઇ કરીમભાઇ મેઘાણી એક કાપડના થેલામાં વિન્ટેજ ઓરેન્જ વોડકાની શીલપેક 10 બોટલો (કિં.રૂ. 3000)નો મુદ્દામાલ ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદા સાથે મળી આવતા પોલીસે દારૂ જપ્ત કર્યો છે. જ્યારે મોરબી તાલુકાના બેલા ગામમાં, સી.એન.જી. પંપની સામે જેતપર-પીપળી રોડ ઉપર કાસીમભાઇ ઇબ્રાહીમભાઇ શાહમદાર આધાર વગર મો.સા. રજી નં. GJ-36-AA-6338માં ભારતીય બનાવટની સુપેરીયર વ્હીસ્કીની શીલપેક ઇગ્લીશ દારૂની 2 બોટલો (કિં.રૂ. 750) સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂ અને બાઈક મળી કુલ કિ.રૂ. 10,750ના મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..