લાંબા સમયથી પડતર પ્રશ્ને સરકારે ન્યાય ન આપતા શિક્ષકો દ્વારા બીજા તબક્કાના આંદોલનના મંડાણ મોરબી : મોરબી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આજે શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પડતર પ્રશ્ને કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા કરી પોતાની માંગને બુલંદ બનાવી છે. લાંબા સમયથી પડતર પ્રશ્ને સરકારે ન્યાય ન આપતા શિક્ષકો દ્વારા બીજા તબક્કાના આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. મોરબી ખાતે ગુજરાત રાજ્ય માદયમિક શિક્ષક સંઘ મહામંડળ અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માદયમિક શિક્ષક સંઘ મહામંડળના સંયુક્ત આદેશાનુંસાર અનુંદાનિત માધ્યમિક અને ઉતર માધ્યમિક શાળાઓના શિક્ષક તેમજ કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્ર્નો જેવા કે, પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી, સાતમાં પગારપંચના તફાવતના બાકી હપ્તા તાત્કાલિક ચુકવવા, બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરીપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દા દુર કરવા, NPS તથા વર્ધિત પેંશન યોજના નાબુદ કરી GPF અને જૂની પેનશન યોજનાનો અમલ કરવો વગેરે પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવતાં આંદોલનના બીજા તબક્કાના ભાગ રૂપે આજે કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાંનો કાર્યક્રમ યોજનામાં આવ્યો હતો. જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહીને પોતાની માગણીને બુલંદ બનાવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..