રોકડ રૂ. 32 હજાર જપ્ત મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના ખરેડા ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ આજે પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન તેઓને મળેલ બાતમી આધારે પોલીસ દ્વારા જુગાર અંગે રેઇડ કરતા મોરબી તાલુકાના ખરેડા ગામે પાણીના ટાંકા પાસે જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા 6 ઇસમોને કુલ રૂ. 32,000 ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપીઓ શૈલેષભાઇ અમુભાઇ ગૌસ્વામી (ઉ.વ. 46), દેવશીભાઇ કરશનભાઇ ચાપણી (ઉ.વ. 58), ચંદુલાલ ચતુરભાઇ ડઢાણીયા (ઉ.વ. 54), ડાયાભાઇ બીજલભાઇ ડાભી (ઉ.વ. 48), ચતુરભાઇ નાનજીભાઇ ડઢાણીયા (ઉ.વ. 70), નરેશભાઇ લક્ષ્મણભાઇ કુંગસીયા (ઉ.વ. 38)ની અટકાયત કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..