મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મોરબીમાં દાઉદી પ્લોટમાં સાબુના કારખાના પાસે ગઈકાલે મયુરભાઇ મનસુખભાઇ લોરીયા, અજયભાઇ મનસુખભાઇ કુંઢીયા, ઇમ્તીયાજ ઉર્ફે બાલો અબ્દુલભાઇ ચાનીયા, નિઝામ સલીમભાઇ મોવર, અસગરભાઇ અબ્દુલભાઇ ચાનીયા, જીવણ ઉર્ફે ધોધો છનાભાઇ ચૌહાણ, મુસ્તાકભાઇ મહમદભાઇ કોરેજા અને રવીભાઇ ભરતભાઇ ઉધરેજીયાને જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા કુલ રોકડ રૂ. 26,750ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રોકડ જપ્ત કરી આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..