મોરબી : મોરબી તાલુકાના ભક્તિનગર ગામમાં રહેતા 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે. હાલમા સમગ્ર દેશમા કોવીડ વેક્સીનેશનનુ મહા અભીયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત મોરબી જિલ્લામા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. જે. એમ. કતીરાની સુચના, જિલ્લા આર.સી.એચ. અધીકારી ડો. વી. એલ. કારોલીયાના માર્ગદર્શન અને તાલુકા હેલ્થ ઓફીસર મોરબી ડો. આર. એન. કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડીકલ ઓફીસર ડો. ડી. એસ. પાંચોટીયાના આયોજન હેઠળ ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ગામોમા પણ કોરોનાની સંભવીત ત્રીજી લહેરથી બચી શકાય તે માટે કોરોના રસીકરણ અંગેની કામગીરી પુરજોશમા ચાલી રહેલ છે. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર હેઠળના ભક્તિનગર ગામે રહેતા 18 વર્ષથી વધુ ઉમરના 370 લોકો નોંધાયેલ છે. જે પૈકી તમામની પ્રથમ ડોઝની રસીકરણની કામગીરી આજ રોજ પુર્ણ કરવામા આવેલ છે. આમ, ભક્તિનગર ગામના 18થી વધુ ઉમર ધરાવતા તમામ લોકોને કોરોના વિરુધની રસી આપી સુરક્ષીત કરવામા આવેલ છે. આ કામગીરીમા ભક્તિનગર ગામના સરપંચ ત્રીગુણાબેન સંજયભાઇ હાંસલપરા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ તેમજ ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. ડી. એસ. પાંચોટીયા દ્વારા અન્ય તમામ ગામોના 18થી વધુ ઉમરના લોકોને કોરોનાની રસી લઇ કોરોના સામેની જંગમા સહભાગી થવા મેડીકલ ઓફીસરની યાદીમાં આપીલ કરાઈ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..