ગઈકાલ કરતા આજે 357 જેટલું વેકસીનેશન ઘટ્યું મોરબી : મોરબી જિલ્લામાં ડોઝ અપૂરતા ફાળવવાનો પ્રશ્ન હલ થયો છે. ગઈકાલે મોરબી જિલ્લામાં હાઈએસ્ટ વેકસીનેશન થયું હતું. એના પ્રમાણમાં આજે થોડું વેકસીનેશન ઘટ્યું છે. જેમાં આજે મોરબી જિલ્લાના 51 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં આજે કુલ 10688 લોકોનું વેકસીનેશન થયું છે. એટલે ગઈકાલ કરતા આજે 357 જેટલું વેકસીનેશન ઘટ્યું છે. મોરબી જિલ્લામાં હવે વેકસીનેશનની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. ખાસ કરીને જે ઓછા ડોઝની સમસ્યા હતી તે હવે દૂર થઈ હોય એવું લાગે છે. જો કે હજુ વેકસીનેશનના સ્થળોએ ભીડ એટલી જ હોય છે. પણ ડોઝ ધીરેધીરે વધતા આ સ્થિતિમાં પણ સુધારો આવે તેવી આશા છે. ગઈકાલે હાઈએસ્ટ રસીકરણ થયું હતું. ગઈકાલ માટે 10 હજાર કરતા વધુ ડોઝ આવતા 35 ને બદલે 59 સ્થળોએ વેકસીનેશન થયું હતું. મોરબી જિલ્લામાં ગઈકાલે હાઈએસ્ટ એટલે કે 11045 લોકોનું વેકસીનેશન થયું હતું. જ્યારે ગઈકાલ કરતા આજના વેકસીનેશન માટે થોડા ડોઝ ઓછા આવ્યા હતા. એટલે આજે મોરબી જિલ્લાના 51 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં મોરબી જિલ્લામાં આજે 45 પલ્સમાં 3178 અને 18 પલ્સમાં 7441 તેમજ ખાનગીમાં 69 મળીને કુલ 10688 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. એકંદરે ગઈકાલ કરતા આજે 357 જેટલું વેકસીનેશન ઘટ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..