છેલ્લા 15 દિવસથી ખુલ્લી ગટર બંધ કરવા તંત્રને અનેક રજુઆત છતાં પરિણામ શૂન્ય મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ચિત્રકૂટ ચોકમાં છેલ્લા 15 દિવસથી ગટર ખુલ્લી મૂકી દેવામાં આવતા અકસ્માત સર્જાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. ખુલ્લી ગટર મામલે પાલિકા તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને આ વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પ્રજાના પ્રશ્ને ધ્યાન ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબી શહેરના કન્યા છત્રાલય રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોકમાં રોડની વચ્ચોવચ આવેલી ગટર છેલ્લા પંદર દિવસથી તૂટી ગઈ છે. અને આ ખુલ્લી ગટરને કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ખતરો હોવાથી પ્રજાજનો દ્વારા પાલિકા તંત્રને સત્વરે ગટર બંધ કરવા ફરિયાદ પણ કરી છે. પરંતુ તંત્રની આળસુ નીતિથી હજુ પણ પ્રશ્ન યથાવત છે. બીજી તરફ પ્રજાના પ્રશ્ને આ વિસ્તારના ચૂંટાયેલ સદસ્ય પણ ધ્યાન ન આપતા હોય લોકોમાં રોષની લાગણી છવાઈ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..