લાંબા સમયથી પડતર પ્રશ્ને ન્યાય ન મળતા શિક્ષકો લડતના માર્ગે મોરબી : મોરબી જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને લાંબા સમયથી પડતર પ્રશ્ને ન્યાય ન મળતા લડતનો માર્ગ અખત્યાર કર્યો છે. આવતીકાલે પડતર પ્રશ્ને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બહાર મૌન ઘરણા પ્રદર્શન કરશે. મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડિયા અને મહામંત્રી વિશાલકુમાર ગોધાણીએ જણાવ્યું હતું કે, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો-કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્ને લાંબા સમયથી રજુઆત કરવા છતાં હજુ સુધી આ શિક્ષકોને તેમના પડતર પ્રશ્ને ન્યાય મળ્યો નથી. આથી પડતર પ્રશ્ને આ શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. અને સરકાર પડતર પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવે તે માટે આવતીકાલ તા.7 ઓગસ્ટને શનિવારે બપોરે 1 વાગ્યે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર કોવિડની ગાઈડલાઈનના અમલ સાથે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો મૌન ધરણા પ્રદર્શન કરશે તેમ જણાવ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..