કુલ 122 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી : મોરબી જીલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ 122 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમત ગમત પ્રવાસ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર પત્ર અનુસંધાને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા કક્ષા સીનિયર ભાઈઓ/બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન ગત તા. 4ના રોજ ન્યુ એરા ગ્લોબલ સ્કુલ, મોરબી ખાતે કરવામાં આવેલ હતું. જેમાં 100 મી., 200 મી., 400 મી., 800 મી. અને 1500 મી. દોડની સ્પર્ધામાં સીનિયર ભાઈઓના વિભાગમાં 85 તેમજ સીનિયર બહેનોના વિભાગમાં 37 એમ કુલ 122 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ હતું. એ બદલ મોરબી જીલ્લા સીનિયર કોચ રવિકુમાર ચૌહાણ એ તમામને અભિનંદન પાઠવેલ છે. તેમજ પ્રથમ સ્થાને વિજેતા થયેલ ખેલાડીઓને આગમી તા. 7થી 9ના હિમતનગર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આગળ વધી મોરબી જીલ્લાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..