એલસીબીએ દરોડો પાડી રોકડ રૂ.1.36 લાખ મળી કુલ રૂ.3.97 લાખનો મુદામાલ જપ્ત કર્યો મોરબી : શ્રાવણ માસ પહેલા જ શ્રાવણીયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી ઉઠતા પોલીસે પણ આ જુગારની બદીને કડક હાથે ડામી દેવા કમર કસી છે. ત્યારે મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામે મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપી લીધું હતું અને જુગાર રમતા છ આરોપીઓને રોકડા રૂ.1.36 લાખ મળી કુલ રૂ.3.97 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારા તાલુકાના ઘુનડા (ખાં) ગામે રહેતા મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમાડે છે. આ પ્રકારની ચોક્કસ બાતમી મળતા મોરબી એલસીબી સ્ટાફ આજે ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામે આવેલ મકાનમાં ચાલતા જુગારધામ ઉપર ત્રાટક્યો હતો. પોલીસે આ મકાનમાં જુગાર રમતા મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા, મહંમદમિયા ઉર્ફે અશરફ મુસ્તફામિયા બુખારી, ભરતભાઇ મોહનભાઇ જીવાણી, મહાદેવભાઈ લખમણભાઈ કાસુન્દ્રા, ઇબ્રાહિમભાઈ ઉર્ફે ઇભુ ગુલામભાઈ ચૌહાણ, પ્રભુભાઈ તળશીભાઈ બાવરવાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 1,36,000 તથા મોબાઈલ નંગ-4, કાર મળી કુલ રૂ.3,97,000 નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..