મોરબીના નાની વાવડી ગામે જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવનાર સામે મૂળ માલીકે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે હાલ કરોડોની કિંમતી ગણાતી જમીન વર્ષો પહેલા જમીનના મૂળ માલીકે એક શખ્સને રૂ.3 હજારમાં ગીરવે આપી હતી.પણ આ શખ્સે ગીરવે મળેલી જમીનને સમય મર્યાદામાં પરત સોંપવાને બદલે ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો.આથી જમીનના મૂળ માલીકે આ શખ્સ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રભાઇ અમૃતલાલ આશર (ઉ.વ. 48) એ ગઇકાલે આરોપી દેવજીભાઇ જશમતભાઇ પડસુંબિયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક 2020ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની વડીલોપાર્જીત મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં આવેલ સર્વે નં. 488 વાળી આશરે 8 વિઘા જમીન પોતાના દાદા મગનલાલ ભાણજીભાઇ આસરએ આરોપીના પિતા જશમતભાઇ મોતીભાઇ પડસુંબીયાને રૂ. 3000 સામે સને-1977માં ગીરવે આપી હતી અને ત્યારથી જ આ જમીનનો કબ્જો તેઓની પાસે હોય અને બાદ હાલે આ જમીન આરોપી પાસે હોય જેઓને ફરીયાદીએ જમીન ગીરવેમાંથી છોડાવવા કહેતા પરત આપેલ ન હોય અને અનઅધિકૃત રીતે કબ્જો કરીને આ જમીન પચાવી પાડી હતી. અંતે જમીનના મૂળ માલીકે કરોડો રૂપિયાની કિંમતી ગણાતી વડીલો પાર્જિત જમીન પરત મેળવવા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..