આરોપીઓએ વોટ્સએપ કોલ અને રેકોર્ડિંગ મોકલી ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા મામલે ટ્રાન્સ્પોર્ટના ધંધાર્થીને વોટ્સએપ કોલ અને રેકોર્ડિંગ મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ટ્રાન્સ્પોર્ટના ધંધાર્થીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર એસ્સાર પંપ પાછળ રહેતા અને ટ્રાન્સ્પોર્ટનો ધંધો કરતા પ્રકાશભાઇ ખેંગારભાઇ ગોલતર (ઉ.વ.૨૮) એ આરોપીઓ નવઘણભાઇ મોહનભાઇ બાંભવા, ભરતભાઇ આંબલીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૪ ના રોજ માળીયા ફાટક પાસે ફરીયાદીએ અગાઉ થયેલા ઝગડા બાબતે આરોપીઓ સામે એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં કરેલી ફરીયાદ પાછી ખેંચી લેવા બાબતે આરોપીઓએ ફરીયાદીને ફોનમાં વ્હોટસએપ કોલ તથા સાહેદ મેઘરાજભાઇને આરોપીઓએ વ્હોટસએપ ઉપર વોઇસ રેકોર્ડીંગ મોકલી બન્નેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..