ટંકારા : નારી ગૌરવ દિવસની ઉજવણી રૂપે ટંકારા તાલુકાના I.C.D.S ના નવા બિલ્ડીંગનો ગઇકાલે ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ દ્વારા નારી ગૌરવ દિવસ નિમિતે ટંકારામાં I.C.D.S ના નવા બિલ્ડીંગનું ગઇકાલે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ તકે જયંતીભાઈ પડસુબીયા (કારોબારી ચેરમેન, મોરબી જીલ્લા પંચાયત), તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા, જીલ્લા પંચાયતના સદસ્ય પતિ અશોકભાઈ ચાવડા, કોમલબેન ઠક્કર (પ્રોગ્રામના ઓફિસર), i.c.d.s વિભાગ જિલ્લા પંચાયત મોરબીના હર્ષવર્ધન જાડેજા, તાલુકા વિકાસ અધિકારી સુધાબેન લશ્કરી, ICDS કચેરી ટંકારાના કર્મચારીઓ, તાલુકા પંચાયત સ્ટાફ, ટંકારા તાલુકા ભાજપ અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ ભાજપ યુવા કમિટીની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આટલા વર્ષો સુધી આ કચેરીમાં દર મહિને યોજાતી મિટીંગ ખચાખચ અને દુર્દશાયુક્ત યોજવામાં આવતી હતી. આજે ખાતમુહૂર્ત થતા ખંઢેર હાલતમાં કહી શકાય એવી કચેરી આગામી દિવસોમાં નવનિર્માણ પામશે. આ કાર્યમાં ભૂતપૂર્વ ટિડીઓ નાગાજણ તરખાલાનો સિંહફાળો રહ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..