મોરબી એલસીબીએ મકાનમાં દરોડો પાડી રૂ. 49,220 નો દારૂ કબ્જે કર્યો મોરબી : મોરબી એલસીબીએ બાતમીના આધારે શનાળા ગામે ભાગીદારીમાં દારૂનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દારૂની રેડ કરી મકાનમાંથી 60 બોટલ દારૂ સાથે બે આરોપીઓને દબોચી લીધા હતા. આ રીતે મોરબી એલસીબીએ મકાનમાં દરોડો પાડી રૂ.49,220 નો દારૂ કબ્જે કર્યો હતો. મોરબી એસ.પી. એસ.આર. ઓડેદરા અને એલસીબી પી.આઇ. વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દારૂની બદી નાબૂદ કરવા પ્રયત્નશીલ હતો. ત્યારે મોરબીના શક્ત શનાળા ગામે રહેતા આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી સ્ટાફ તે મકાનમાં ત્રાટક્યો હતો. પોલીસે આ મકાનમાં રેઇડ દરમિયાન ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 60 કિંમત રૂ.49200 નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપીઓ અજયસિંહ વનરાજસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ છનુંભા ઝાલાને ઝડપી લીધા હતા અને આ બન્ને આરોપીઓ ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હોવાનું ખુલતા પોલીસે બન્ને સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..