મોરબી : મોરબીની નવયુગ કોલેજના પ્રમુખ પી. ડી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા અને નવયુગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિરેન મહેતાનાં માર્ગદર્શન હેઠળ વર્ષ 2021-22 માં B.B.A. ના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ એક્સેલન્સ-2021 ચાર દિવસનું મોરબીમાં સૌ પ્રથમવાર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. ગત તારીખ 04 ના રોજ ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય વકતા હિતુલભાઇ કારીયા કે જેઓ ગુજરાતનાં શિક્ષણ ક્ષેત્રે જાણીતા કેળવણીકાર તેમજ કોર્પોરેટ ક્ષેત્રનાં રાષ્ટ્રીય ટ્રેઇનર છે, તેઓએ મેનેજમેન્ટ એક્સેલન્સ પરનાં વિચારો રજૂ કર્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પી. ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા પણ હાજર રહ્યા હતાં. આજે તારીખ 05 નાં રોજ રાજકોટનાં જાણીતા આર્કિટેકટ અને NLP નાં ઇન્ડીઆનાં માસ્ટર ટ્રેઇનર પોતે ઑન્ટ્રપ્રનરશિપ કઇ રીતે કરવી અને મેનેજમેન્ટ પ્લાનિંગ ઉપરનું બીજા દિવસનું વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં નવયુગ સંકુલના પ્રિન્સિપાલ યતિનભાઇ રાવલ હાજર રહેનાર છે. આવતીકાલે તારીખ 06નાં રોજ લાઇવ સ્ટોક માર્કેટ (BSE & NSE) વિષય પર અંકિતભાઇ બદ્રકીયા કે જેઓ શેર માર્કેટનું બહોળું જ્ઞાન ધરાવે છે, આ વર્કશોપમાં બેઈસિક શેર માર્કેટ તેમજ IPO નું રીસર્ચ સાથેનું જ્ઞાન આપશે. તેમજ (BSE & NSE)માં લાઇવ સ્ટોક ટ્રેડિંગથી માહિતગાર કરશે. આ કાર્યક્રમમાં નવયુગ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા હાજર રહેશે. આગામી તારીખ 07નાં રોજ બિઝનેસ બેન્કિંગ ઉપર મધુર નરસિંયન પોતે બેકિંગ માટે પોતાના વિચાર રજૂ કરશે. આ કાર્યક્રમમાં નવયુગ કોમર્સ સ્કૂલનાં HOD વિનોદભાઇ વરમોરા હાજર રહેશે. તેમજ કલોઝિંગ સેરેમનીનું આયોજન કરેલ છે. જેમાં મોરબીનાં અગ્રણી ઉદ્યોગપતિ તેમજ મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ હાજર રહેશે. આ ચાર દિવસનાં વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાશે. નવયુગ બી.બી.એ. કોલેજમાં મેનેજમેન્ટ એક્સેલન્સ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રમુખ પી. ડી. કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા તેમજ પ્રિન્સિપાલ ડૉ. હિરેન મહેતાનાં માર્ગદર્શન હેઠળ પ્રો. ચાર્મી સંતોકી, પ્રો. જાનકી કાલાવડીયા અને પ્રો. અંજના ભોરણીયા તેમજ વિદ્યાર્થીગણ જહેમત ઉઠાવી રહ્યાં છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..