મોરબી : મોરબી જિલ્લામાં 100 થી વધુ ગામોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 'સ્વરાજ 75' અંતર્ગત ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે મોરબી 'સ્વરાજ 75'ને લઈને ABVP દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં તેમનો સંકલ્પ એવો છે કે, મોરબી જિલ્લાના 100 કરતા પણ વધુ ગામડાઓમાં જઈને 15 મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમો યોજશે. ઉપરાંત, નગરમંત્રી સંદીપસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અભિયાનને વધુ વેગ આપવા માટે વિદ્યાર્થીઓ જ્યાં વસવાટ કરે છે, જે ગામમાં હોય ત્યાંથી ધ્વજવંદન કરી શકે છે. તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, આદર ભાવના જાગે તે હેતુસર આ અભિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શરૂ કરવા જઈ રહ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..