ગજડી ગામના અનધિકૃત દબાણ મામલે ટંકારા મામલતદાર કચેરીની લાલઆંખ ટંકારા : ગજડી ગામમાં વાડાની જમીન ઉપર અનધિકૃત રીતે દુકાનો બનાવી લેનાર શખ્સ વિરુદ્ધ ટંકારા મામલતદારે લાલઆંખ કરી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટંકારા તાલુકાના ગજડી ગામની વાડા રજીસ્ટર નંબર 35 વાળી જમીન જેનું ક્ષેત્રફળ 50×70 ચો.વાર તેમજ વાડા રજી.નંબર 39 જેનું ક્ષેત્રફળ 70×50 ચો.વારની જમીનમાં 40×14 ચો.ફુટમાં 4 દુકાનો તથા 30×10 ફુટમાં 2 દુકાનો મળી કુલ 6 દુકાનો જે કુલ 860 ફુટ જમીનમાં બાંધકામ કરી બાકીની જમીન ફરતે વરંડોવાળી લઇ અનઅધિકૃત રીતે કબ્જો કરી ગત તા. 04/03/2014થી આજ દિન સુધી કબ્જો ચાલુ રાખતા આ મામલે ટંકારા મામલતદાર કચેરીના કર્મચારી નરેન્દ્ર પુંજાભાઇ શુકલએ આરોપી વાસીયાંગભાઇ પુનાભાઇ ડાંગર (રહે. ગજડી, તા. ટંકારા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક 2020ની કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..